Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં કોરોનાના વધુ 17 પોઝિટિવ કેસ, દર્દીના પરિજનો તાબડતોબ ક્વોરન્ટાઈન

સુરતમાં ફરીથી મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ બહાર આવ્યાં છે. તમામ દર્દીઓને હાલ આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે. નવા 17 કેસ બહાર આવતા સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે. દર્દીના પરિજનોને પણ ક્વોરન્ટાઈન કરાયા છે. 

સુરતમાં કોરોનાના વધુ 17 પોઝિટિવ કેસ, દર્દીના પરિજનો તાબડતોબ ક્વોરન્ટાઈન

ચેતન પટેલ, સુરત: સુરતમાં ફરીથી મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ બહાર આવ્યાં છે. તમામ દર્દીઓને હાલ આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે. નવા 17 કેસ બહાર આવતા સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે. દર્દીના પરિજનોને પણ ક્વોરન્ટાઈન કરાયા છે. 

મળતી માહિતી મુજબ સુરતના લિંબાયત અને કતારગામ ઝોનમાંથી કોરોનાના નવા 17 કેસ સામે આવ્યા છે. આ દર્દીઓને તંત્રએ આઈસોલેશન વોર્ડમાં ખસેડ્યા છે. અત્રે જણાવવાનું કે ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યાં છે. ગઈ કાલે આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ સુરતમાં કોરોનાના 570 કેસ હતાં અને 19 લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા છે. 

ગુજરાતની વાત કરીએ તો હાલ ગુજરાતમાં 3774 કેસ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. જો કે આજે રાજકોટમાં પણ 3 નવા કેસ જોવા મળ્યા છે અને સુરતમાં પણ નવા 17 કેસ આવ્યાં છે. અત્યાર સુધી રાજ્યમાં 181 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 434 લોકો રિકવર થયા છે. વડોદરામાં કોરોનાના અત્યાર સુધીમાં 255 કેસ જોવા મળ્યાં છે અને રાજકોટમાં 59 કેસ થયા છે. 

નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર 
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી 50 વર્ષના ભગવાન હરકિશનભાઈ રાણા નામના દર્દી ફરાર થઈ ગયા છે. સવારના અગિયાર વાગ્યાની આસપાસ તેઓ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી ફરાર થઈ ગયાં. આ દર્દીનો 21મી એપ્રિલના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ દર્દી નવી સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી ભાગી છૂટતા તંત્ર દોડતું થયું છે. તાબડતોબ સલાબતપુરા પોલીસને જાણ કરવામાં આવી છે. આ બાજુ પોલીસે પણ દર્દીની શોધખોળ શરૂ કરી દીધી છે. 

કોરોના પોઝિટિવ દર્દીનું મોત
સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. 22 વર્ષના રામકેશ ફાગુ નિશાદ નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. તેને 25 એપ્રિલના રોજ દાખલ કરાયો હતો. યુવકને લીવર સહિતની બીમારી પણ હતી. મૃતક યુવકને એપેડેમિક નિયમ પ્રમાણે અંતિમ વિધિ કરાશે. 

જુઓ LIVE TV

કોરોના પોઝિટિવ દર્દીનો આપઘાતનો પ્રયત્ન
આ બાજુ એવા સમાચાર મળ્યા છે કે યુનિવર્સિટી સમરસ હોસ્ટેલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ આપઘાતનો પ્રયાસ કર્યો. દર્દીઓ 4થી માળેથી પડતુ મૂકવાનો પ્રયત્ન કર્યો. મેડકલ સ્ટાફે તરત ફાયર વિભાગને જાણ કરી દેતા ટીમ સમયસર ત્યાં પહોંચી ગઈ અને જમ્પિંગ કોશન મૂકી દીધો. ત્યારબાદ એક ફાયર અધિકારી અને બે માર્શલે રેસ્ક્યુ કરીને દર્દીને નીચે ઉતારી દીધો હતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More